પૃષ્ઠ:Niharika.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


________________

ખંડિતા

ઝીંઝોટી ૦
જાઓ, જાઓ જયાં રાત ગુજારી;

ભૂલી પડી મદભર તમ નૈયા !

ચરણ ચલિત, તંબોલ અધર પર,

લાલ છૂપે નહીં છલબલ ચૈનાં !–જાઓ.

હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો ?

કંકણવેલી ક્યહાં ચિતરાવી? અંજન ડાઘથી ઓપે કપોલ!– બધી રજની કયમ ત્યાં ન વિતાવી!—જાઓ.

ખંડિતા : ૯૫

૯૫ : નિહારિકા