આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુરલી
૦ ગરબી માઢ ૦
હું તો ઝબકીને જાગી આજ !
મુરલી ક્યાંથી વાગી ?
મુજ સઘન કુંજ સોહાગી આજ !
લગની સૂર શું લાગી.—હું તો.
અણુ અણુ તનના મારા
મુરલીના તાને રાચે !
હૈયું થનથનગન નાચે આજ !
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
હું શેાધતી એ
રસને કોણે રેલાવ્યો ?
સલુણો એ ક્યાં સંતાયે આજ ?
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
પુષ્પોના પુંજ માંહે
મુખડું રસિયાળું ભાળું ?
આવો પ્રિય ! પાલવ ઢાળું આજ.
મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
ના ના એ તો સંતાયો
ચાંદલિયામાં ઝગમગતો;
૧૦૦ : નિહારિકા