આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
________________
ચહું કિરણ! કેમ પ્રિય ઠગતો આજ ? મુરલી કયાંથી વાગી? – હું તો.
આવે તો આપું એને - કુસુમોભર અંક કૂણો;
મુરલીસૂર ભોંકે શૂળો આજ;
મુરલી ક્યાંથી વાગી?— .હું તો
જાણું ના મુરલી કે
| મુરલીધરને હું શોધું;
ઘેલા મનને શેં શોધું આજ ?
મુરલી ક્યાંથી વાગી? – હું તો.
આંખોમાં વસતો કે એ
હસતો હૈયામાં વહાલો ? પછી હાથ પડે શે ઠાલો આજ ? મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
હૈયાને ધીરું ત્યાં તો
આંખલડી એકલી પડતી; અધીરી હું વિજોગણ રડતી આજ ! મુરલી ક્યાંથી વાગી ?—હું તો.
આંખલડી મીંચું-ક્યાંથી
દેહે ફરતી ફલકળીઓ ?
બસ વહાલમ મુજને મળિયો આજ.
મુરલી ક્યાંથી વાગી ?
૧૦૧ : નિહારિકા