પૃષ્ઠ:Niharika.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેરસડોલન

૦ નંદજીના છેલો-જાદૂના ભરેલો ૦

‘છોડો મારી બૈયાં ! ઓ, મારી સૈયાં !
આવી મારી સૈયાં ! ઘડવાં આ શાનાં હૈયાં ?
છોડો મારી બૈયાં !’

જલ ભરેલ ઝારી – ઢોળાવી; હું તો હારી !
જાઓ ને, રીત ના મને ગમે તમારી—
છોડો મારી બૈયાં !’

સાખી ]

‘જલનાં સીંચન સુંદરી ! માગે કુમળાં ફૂલ;
મુજ હૈયું માગી રહ્યું સીંચન પ્રણય અમૂલ.’
‘અલક લટ વિખૂટી ! હું તો ય શે ન છૂટી ?
નાસતાં સોનાની કટિમેખલા આ તૂટી !
છોડો મારી બૈયાં.’

સાખી ]
‘વીખરી લટમાં જો સખી, બંધાયો હું અજાણ;
છો તૂટી કટિમેખલા, કરબંધન લે પ્રાણ.’
‘બ્હાવરી બનાવી, મઝા કહો શું આવી ?
ઘેલછા આ દીજે મનની મનમાં સમાવી.
છોડો મારી બૈયાં.’

૧૦૨ : નિહારિકા