પૃષ્ઠ:Niharika.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આશા


૦ ગઝલ o

સનમના ચશ્મમાં દીઠી
ઝબકતી રૌશની મીઠી;
જિગર વાર્યું રહે શાનું?
ગયું એ ઊઠી પરવાના !
 
જિગર જોડે બદન દોડે,
પૂછે માશુક ક્યાં પોઢે !
સૂવા માગે સનમ સોડે !
અમે મિસ્કિન મરવાના.

મરીશું તો ભલે મરતા;
જિગર અંગાર છો ખરતા;
ન વારો કો દીવાનાને,
અમે બસ ઈશ્ક કરવાના.

સનમના હાથમાં પ્યાલી,
અજબ સમશેર ત્યાં ચાલી.
ઝૂકી તલવારની ધારે
અમે બસ પ્યાલી ભરવાના.

ભલા શી માૈતની ભીતિ?
સનાતન પ્રેમની રીતિ :

આશા : ૧૧૧