પૃષ્ઠ:Niharika.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુલામોનું ગીત

૦ લય - મારે ઘેર આવજો માવા ૦


અરે મારા માલિક બાપુ હો ?
મારે તારે એક જ દાપું;
વિધિએ લલાટે જે છાપ્યું હો !
તેને જીવ જાતાં ન ઉથાપું –અરે૦

માલિક ! તારી આંખે નિહાળું,
ચા લું તારે પા ય;
મનમાં નહિ સંતાપ જરા,
જીભ ગાણું તારું ગાય –અરે૦

જોરથી જકડો દેહને, માલિક !
લા ગે ઘ ણે રી બી ક.
થરથરતો એકલડો હું કોની
ઝીલી શકું નહિ ઝીક –અરે૦

મોજમઝા બધી ભોગવીએ
એ તારા પુણ્યપ્રતાપ;
તારી નજર રખે દૂર કરે !
અમે કરશું ક્યાં મા ને બાપ ? –અરે૦

ગાળમાં ગમ્મત ! ધોલે શું લગરીક
ફ ટ કા એ વ્યાકુળ;

૧૨૨ : નિહારિકા