પૃષ્ઠ:Niharika.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મીઠી નજર પળવાર મળ્યે, બાપુ !
ચાટું હું પગની ધૂળ —અરે૦

ગાડે જોડ, કે જોતર હળમાં,
પોઠ તણો શો ભાર ?
બે ટંક રાબ કે રોટલો દેજે,
ગા શું તુ જ જ ય કા ૨ —અરે૦

આશ અને અભિલાષમાં એટલું,
કાયમ રહો શિરતાજ !
એક જ એ વર માગું છું, તારે
આશરે કરીએ રાજ —અરે૦

ગુલામોનાં ગીત: ૧૨૩