પૃષ્ઠ:Niharika.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલ્યો તું તો શહેરમાં !


તું તો શહેરમાં કોડે, હો !
ભલા શાને ગામડું છોડે !
અલ્યા શેં ઉતાવળે દોડે, હો ?
ફૂટ્યું ભાગ્ય શાને ફોડે ?

શહેર મહીં મિલ મેલડી ફૂંકે ?
ધૂ મ ના ગો ટે ગો ટ;
હૈયે ભર્યો અંગાર, રખે તને
લાગતી એની ચોટ !
એને જોઈએ માણસ ખાવા !
ઊનાં ઊનાં લોહીનાં ના’વા !

વીજળિયાં કંઈ ગાડાં દોડે
કચરે માનવી રોજ;
દોડતાં ના’વું, દોડતાં ખાવું,
દોડતાં સૂવું, એમોજ !
ઘડી બેસાય ન પગ વાળી;
બધી મેજ મૂકી બાળી.

મોટા મોટા મહેલ ઊંચે કરતા
વાદળ સાથે વાત;
તો ય તસુ તને ભોંય મળે નહિ;
ભીંસાય તારી જાત,

૧૨૪ : નિહારિકા