પૃષ્ઠ:Niharika.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માથાંપગ ભીંતે અડકે;
સૂવું પડે કાં તો સડકે.

રસ્તા પહોળા ને હૈયાં ટૂંકાં,
પોસાય ના મહેમાન;
સગુંવહાલું ભૂલચૂકથી આવ્યું—
નીકળી જાયે જાન !
બધા જીવ બળિયલ પાપી;
પરોણાગતને ઉથાપી.

નાટક ખેલ સિનેમા સટ્ટા
હોટલ ખાણાં ને ચા,
ઊજળા ઠગ ને હસતી વન્ત્રી
જોઈએ તો શહેરમાં જા !
રોગે પછી રોજ તું સડસડજે
વિના મોત એક દી મરજે !

ખેતર ઝુંપડી ગામડું છોડી
શહેરમાં ખોળે સુખ;
ભૂલ્યા, ન સમજે શહેરને લાગી
બ્રહ્મરાક્ષસની ભૂખ !
તને કાચો કાચો ગળશે.
તોયે એની ભૂખ ન ટળશે !

ચાલ્યો તું તો શહેરમાં :૧૨૫