પૃષ્ઠ:Niharika.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામડિયા


ગામડિયા હો ! ગામડિયા !
પુષ્પપ્રફુલ્લિત ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
કુદરત અંકિત ગામડિયા !

મોર તમારે આંગણિયે;
બુલબુલ બેસે નાવણિયે;
કોકિલ ડાળે ઝૂલંતી,
રસના ટહુકા રેલંતી.

રંગ ઝીલો ઓ ગામડિયા !
રસ પી લ્યો ઓ ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
પ્રકૃતિપૂજિત ગામડિયા !

ગામડિયા હો ! ગામડિયા !
સ્વચ્છ શુભોભિત ગામડિયા !
ગામડિયા હો ! ગામડિયા !
ગાતા રણગીત ગામડિયા !

આળસ સામે યુદ્ધ મચે.
વેરઝેર શું અંગ મચે.
દૈન્ય ડરાવણ હો બંકા !
મર્દ બની ગજવો ડંકા.

૧૨૬ : નિહારિકા