આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાજ ધરંતા ! નહિ રંકા
ગામ અને કુંદન લંકા.
હઠ કરી ને આગળ ધપતા
હજી ધો એ વીરવંકા !
ગામડિયા ! હો ગામડિયા !
લાંબા છે પડિયા !
ગામડિયા ! હો ગામડિયા !
રખે ઘડીપળ આખડિયા !
રોગભોગ નવ મર્દ બને.
દરિદ્રતા નવ વીર કને.
ગામડિયા નીતનીત શોધંતા
જ્ઞાન તણા મહા અંજનને.
ગામડિયા ઝગ ઝગમગશે !
આનંદે ધસમસ ધપશે !
હિંદતણી આશા કલગી સમ
ગામડિયા નવ ડગમગશે.
.
ગામડિયા : ૧૨૭