પૃષ્ઠ:Niharika.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ચીલો સમાર


‘તારી વાંકી કટાર ક્યાં ભાંગી ?
ગ ર સિ યા ર ણ શૂરા.
તારી તેજે ઝબોળી તલવાર–
કીધ એના કોણે ચૂરા ?’

‘મારી વાંકી કટારે લોહી ના રેડ્યાં;
મારી તાતી તલવારે રણ ના ખેડ્યાં;
મારા ગામડાંનો મારગ ગોઝારો,
પડે માણકીનો પગ ના એકધારો.
એ મારગે ભાંગી મારી કટાર;
તોડી એ મારગે તેજી તલવાર.’

‘તારી ગાવડીના ઝાંઝર ઝમકે નહિ,
તારી આંખો શે’ આજે ચમકે નહિ ?
અરે ગાયના ગોવાળ !
ગાયના ગોવાળ !
તારી કડિયાળી ડાંગ આજ ખણકે નહિ.

‘મારી ગોરીનો પગ આજ મચકાયો,
મારી આંખે તે મેહુલો છલકાયો.
ગોઝારા ગામનો ગોઝારો મારગ !
મારું ગોવાળું ત્યાં ભૂલી આવ્યો.’

૧૨૮ : નિહારિકા