પૃષ્ઠ:Niharika.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એમ ત્યાં ઉપન્યા અનંત ગોલ,
ઘૂમી કરી રહ્યા ચકહિંડોલ.

રંગ અને રચના મોહક વળી
દ્વિગુણિત ગતિના રાસ;
ઝબકે મલકે રાશિ અને
નક્ષત્રેા ભરી અવકાશ,

મહીં નાનકડો તારક એક,
ધરીને નિહારિકાની ટેક,
નાચતો વેરે અગ્નિબુંદ,
ઝબોળે સ્ફુલ્લિંગ શીતલ કુંડ.

વિકસે એમાં થકી ગૃહમાલા
ઝીલી સૂર્યના રંગ;
ગૃહમાલામાં ઘૂમતી પૃથ્વી
ધરી લલાટે ચંદ્ર.
 
ધ્રુવ ભણી તાકી તાકી એ ફૂદડી ફરતી જાય;
સવિતાનાં મહાવરેણ્ય કિરણો ઝીલતી એ ઝબકાય.

જીવનના રાસ અહો અણમૂલ,
ભ્રમણનાં ચિતરાતાં વર્તુલ.



ગતિ વળી આકૃતિ વતું ગોલ,
પૃથ્વીની પરિક્રમણ અણબોલ.

ગોલક તત્ત્વ મહીં ગોલાાર્થો
આપોઆપ સમાય,

નિહારિકા : ૩