પૃષ્ઠ:Niharika.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શિખરિણી ]

અરે મારા મોંઘા મયુર, ક્યમ વીંધી ગગનને
ઊડી ચાલ્યો, છડી લીલી બનતી વાડી અમતણી ?
જરા તો જોવું’તું ઉજડ બનતાં આંગણ ભણી !
જરા રોકાવું’તું હૃદય કુમળાં ખાખ કરતાં !



ઉપજાતિ ]

સંતો તણો સંગ ગમે સહુને,
કલાધરોની સહુ મૈત્રી શોધે.
કરાલ કાલે પડતાં અકેલાં
ઉપાડિયો શું પ્રિય એ કલાપી ?



અનુષ્ટુપ ]

તારી યાદી તણા ફેલ્યા કલાપી પડઘા બધે !
હવે એ પડઘા કેરી ઘડી મૂર્તિ તને નમું !

કલાપીને : ૧૩૯