પૃષ્ઠ:Niharika.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અણુ થકી અલ્પ ! છતાં હું શોધું
વિરાટ વ્યાપી તુજ પુણ્યજ્યોતિ.

અનેક જન્માન્તરની ન ભીતિ,–
અનંત યુગો ઊઘડે વિલાય–
અનંત આવૃત્તિ ભલે રચાય–
બેસીશ એ દ્વાર સમીપ હવે !

એકાદ કો દિવ્ય ક્ષણે દયાનાં કપાટ
ખુલ્લાં ઊઘડી જશે, ને
મર્યાદ બાંધી મુજની અહંતા
ભળી જશે તારી અનંતતામાં.

૧૫૦ : નિહારિકા