પૃષ્ઠ:Niharika.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જુગજુગની જાતરામાં ઝાંખી ઝગમગતી થાવા
ઉઘાડી રાખો એક બારી હો જી —ગગનોના.

એક મુઠ્ઠીમાં રામ અમૃત ભરિયાં ને
બીજીમાં કાળ કરાળ રે હો જી !
બન્ને છે દોર તારા, ફાવે તે ફેંક વ્હાલા !
ચઢશું આ આખી ઘટમાળ રે હો જી.—ગગનોના.

ગગનોના ઘુમ્મટ બાંધ્યા : ૧૫૩