પૃષ્ઠ:Niharika.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેજલિયાનવાલા બાગ

૦ અનુષ્ટુપ-ઈન્દ્રવજ્રા-વસંતતિલકા-શિખરિણી-મન્દક્રાન્તા-ઉપજાતિ ૦

વિકાસ !

રચાવી ઘોર સંગ્રામ આનંદે માનવી પશુ !
ભારતો નિત્યનાં ખેલે ! તો ય ના તૃપ્ત કરતા.

આહાર કાજે કંઈ શસ્ત્રધારે,
શોણિત રેડંત વિહાર અર્થે,
સંહારમાં કીર્તિ જ્વલંત ખોળે,
મૃત્યુ મહીં માનવી મત્ત ડોલે !

મુક્તિદ્વાર ઉઘાડી વિશ્વપતિનાં સાયુજ્ય જુઓ શું કર્યું ?
ફેંક્યા કૈંક ચિતા મહીં–શૂળી પરે, કૈં કંઠને કાપિયા,
સમશેરો ઝળકાવી શાંતિ બદલે ! નાખ્યાં વધુ બંધનો.

ને દંડ શાસન સહે કિરીટો જ્વલંત
ધારી વિરાજતી સિંહાસન રાજસત્તા !
સોને મઢી ઝલકમાં ન દબ્યાં દબાય
યુદ્ધો ભયાનક, કૃતઘ્ની ખૂનો, નિસાસા.

પ્રજાના સંઘોએ વિકસિત કરી રાષ્ટ્રસ્ફુરણા;
અને વ્યક્તિદોષો સમૂહજીવને વિસ્તૃત બન્યા.

જલિયાનવાલા બાગ : ૧૫૫