પૃષ્ઠ:Niharika.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શીળી સમીરલહરી હૃદયે રમાડે,
વંટોળ રૂપ ધરી તે જગને ઉજાડે !

આરંભી ચાદવી ભયાનક મધ્ય દેશે
બાહુ બલિષ્ઠ ઊંચક્યો -દીધ વજ્રઘાવ,
સંસ્કારી ને રસિક ફ્રાન્સ ધ્રૂજી ઊઠ્યું ત્યાં,
કંપી ઊઠ્યું જગ સમસ્ત પ્રચંડ ઘાવે.

કોના વિશાલ ઉર ઉપર ઘા જિલાય !
કો સ્નાયુબદ્ધ બલબાહુ ખમે પ્રહારો ?
રાષ્ટ્રીય ગર્વ તણી આસુરી રેલ ખાળી
કોણે ત્વરિત બની સંસ્કૃતિને ઉગારી ?

કર્મો તણા ફલની આશ નિવારી જેણે
અધ્યામ રંગ થકી રંગીન આર્ય દેશ
ઉછંગથી વીર તનુજ ખસેડી હોંશે
જે પાઠવે ભર રણે વિષ અર્થલોભ !

નિચોવિયું રક્ત, નિચોવ્યું દ્રવ્ય,
નિચોવિયા પ્રાણ પરાર્થ કાજે;
વર્ષી ગયેલી જલવાદળી શો
ફિક્કો બન્યો હર્ષ થી આર્ય દેશ !

માગે ત્યહાં જીવન અપવામાં–
પરાર્થ કાજે સુખ હોમવામાં–
નિર્દોષ કાજે મરી મટવામાં
આનન્દતી આર્ય પ્રજા સમસ્ત.

ઝીલીને ઘાવ નિવાર્યું ચંડ વિક્રમ શત્રુનું;
હર્યા તેજ, ફરી બાજી, મિત્રોને વિજય વર્યો