પૃષ્ઠ:Niharika.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે૩ આશા

અહો વાગ્યા ડંકા, વિજયધ્વજ ખુલ્લો ફરફરે !
મહામંદિરોમાં પ્રભુજગવતા ઘંટ ધણણે !
પ્રભુની સૃષ્ટિમાં પ્રભુમય હવે જીવન થશે;
અઘોરી વીર ક્રૂર કતલ હવે અટકશે

સુખે નિદ્રા લેશે વ્રણપીડિત આ માનવ પ્રજા;
બન્યાં યુદ્ધો હવે ગત જીવનના ભૂતભડકા.
મુસદ્દીના લેખે, વળી કદીક વાણીની પટુતા
થકી ના ખેંચાશે ખડગ ! જગમાં આશ ઊભરે.

સંગ્રામશક્તિહણ કૈં પ્રજાઓ–
દબાયલી અજ્ઞ અશિષ્ટ જાતો–
વળી પરાધીન દુઃખે પિડાતાં
અનેક રાષ્ટ્રો બનશે સ્વતંત્ર.

ગોરા અને શ્યામ સમાન થાશે,
અજ્ઞાની ના જ્ઞાની થકી લૂંટાશે,
બલિષ્ઠનાં જંજીર ના જડાશે.
અશક્તને પાયે ! – ઉમેદ જાગી.

ના ભ્રાતૃભાવ ઘટશે વળી ધર્મભેદે;
દાટી હવે વિષભર્યાં સહુ વેર જૂનાં
આનંદભેર કરી કોટી સમાન ભાવે
પ્રત્યેક માનવ જગે ખીલવે બગીચો.

સત પંથમાં વિચરશે સહુ બુદ્ધિશાળી,
વિજ્ઞાન વિષ પર પુટ ચઢાવશે ના,

૧૫૮ : નિહારિકા