પૃષ્ઠ:Niharika.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેના તાલમાં પાચ પડે લગીર,
અંગાર આખો મહીં જો ઝબૂકે !

અલિંગનો બની ગયા ક્રૂર નાગપાશ,
ને ચુંબને વિષ હળાહળ જો ઉતાર્યા;
હાસ્ય છુપાઈ શઠતા તણી તીક્ષ્ણ ધાર.
મૈત્રી નીચે સળગી સ્વાર્થની આગ જૂની.

મિત્રો અને શત્રુ તણા દ્વિપક્ષ
જીવ્યા. ઢળ્યો દુશ્મનશિર્ષ દોષ.
ને દોષના દંડ – ગુનાની શિક્ષા
પડ્યાં પરાજિત પ્રજા શિરે હો !

સંસ્થાન ઝૂંટ્યાં, કંઈ મુલ્લક તોડ્યા,
ભાંગ્યા સીમાડા રચી રાજ્ય જુદાં,
ને દંડના ભાર ભરી ભરીને
કૈં શત્રુના ખંભ દીધા દબાવી.

બંધુભાવ વધારવા વધી રહ્યા સામ્રાજ્યના શબ્દમાં
હિંંદે આશ સમાનતા તણું ધરી સંબંધને સાચવ્યો;
સંગ્રામે જીતી દેશમાળ નવલી ગૌરાંગ કંઠે ધરી,
ગૌરાંગી હૃદયે પ્રસન્ન બનીને કાળો દીધો કાયદો.

આશાભર્યા ભારત વર્ષ કેરા
લલાટમાં શામલ ચાંદલો કર્યો;
મૈત્રી ઘમંડે ઘૂમતી પ્રજાને
બતાવિયાં જંજીર પાયમાં જડ્યાં.

હાલી ચાલી શકાયે ના, વાણી બોલે જ શીખવ્યું,
પીંજરું એવું રૂપાળું ભેટમાં હિંદને મળ્યું.

૧૬૦ : નિહારિકા