નોંધ
નિહારિકા : “આકાશમાં ફરતા હવામય તેજસમૂહહો-જેમાંથી ધનાવસ્થા પામી ગ્રહો વગેરે બન્યા કહેવાય છે.” (સાર્થ ગુજરાતી જોડણી કેશ ).
મારા મિત્ર શ્રી વિન્યલાલ કનૈયાલાલ ધ્રુવના સમાગમે વર્તમાન! વિજ્ઞાન તરફ ઉપજાવેલા રસનું આ કાવ્ય પરિણામ છે. ઘટ્ટતા વધે તેમ તેમ મૂળ ફરતા પદાર્થમાંથી કંઈક અંગો છુટાં પડી જાય છે. તારા, નક્ષત્ર, રાશિ, ગ્રહ એ પરિણામ. તેજતિમિર, અગ્નિશેત્યનાં પ્રાથમિક અકલ્પ્ય મંથનમાંથી ધીમે ધીમે સ્થિરતા અને ઘટ્ટપણું પ્રાપ્ત કરતી સૃષ્ટિમાં અંતે માનવી વિકસી આવે છે એ ભાવના કાવ્યમાં આલેખી છે. કાવ્યનો લય-લાવણી–ટાગોરના “ભારત ભાગ્યવિધાતા” કાવ્યના કેટલાક ટુકડાઓ પ્રમાણે.
ખદ્યોત : આગિયો.
નિખિલ : બધ-વ્યાપક.
અહં-સ્વભાન : Consciousness.
ઇંધન ખૂટયાં હો ! : પ્રજાજીવનમાં ઓટ આવતાં મુક્તિયજ્ઞ માટે સર્વસ્વ-જાન સુદ્ધાં હામી દેવાનું આવાહન.
ધૂમકેતુ : બંડખોર માનસને વ્યક્ત કરતી ભાવના ધૂમકેતુની