પૃષ્ઠ:Niharika.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હું અબંધ ગીતા ગાતો,
અણનમ – અણનિયમનપ્રિય;
દિલ ચાહે ત્યાં પથરાતો,
મનમોજી સ્વચ્છંદ સક્રિય.


મુજ તેજકાય નવ રોધો
પામરતાના ઓ પુંજ!
તમ દરિદ્ર નિયમ ન શોધો,
હું ૨મતો મુક્તિકુંજ.

બસ, ખબરદાર, અથડાશો,
તમ તનની ઊડશે ખાક.
નવ બંધનનાં ગીત ગાશો;
હું સૃષ્ટિ ચઢાવીશ ચાક.

નવ દેહભંગથી ડરતો,
ફૂટશે અણગણ અંગાર;
મુજ શ્વેત કેતુ ફરફરતો
વરસાવે અ ગ્નિ ધા ર !

૨૪ : નિહારિકા