પૃષ્ઠ:Niharika.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જન નયને જલ


૦ રાગ - છાયાનટ o

શાને જન નયને જલ ઊભરાય ?
કોમલ કંજ બિડાય હાય !
શાને જન નયને જલ ના સમાય ?
 
ધુમ્મસ વરસે, જગ સહુ ભીંજે,
નયનો અટકે શ્યામલ પડદે:
રવિકિરણ શું છુપાય ! હાય !
શાને જન નયને જલ ઊભરાય?

સાખી]

જગને ક્યમ જડતો નથી ઈલ્મી કે ન હકીમ !
અંધકાર ઓસારીને રેલે તેજ અસીમ !
શાને જન નયને જલ ના સમાય ?


મહેલાતો જગમાંહે મનભર;
તો ય ગરીબ અછત્ર નિરંતર
રુદન ઘોર ગવાય ! હાય !
શાને જન નયને જલ ઊભરાય ?

સાખી]

નર નારી બાલક યુવા સહુનાં નયન ભરાય !
ઉલેચવા અશ્રુ તણો ઉદધિ કોણ ઉપાય?
શાને જન નયન જલ ના સમાય !

જન નયને જલ : ૩૭