પૃષ્ઠ:Niharika.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આંખે પડદા


૦ માલકોષ ૦

આંખે પડદા પડે ! હો પડે !

ઘોર ઘટા ઘનમેઘની છાઈ;
તિમિર અમાસ અડે ! હો અડે !
આંખે પડદા પડે ! હો પડે !

વીજલડી પણ જાય રિસાઈ !
બુરખો ઓઢી રડે ! હો રડે !
આંખે પડદા પડે ! હો પડે !

પંથી આજ રહ્યો અટવાઈ;
મારગ તો ન જડે ! હો જડે !
આંખે પડદા પડે ! હો પડે !

આંખે પડદા : ૪૫