પૃષ્ઠ:Niharika.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રસજ્યોત


૦ સવૈયા ૦

પ્રેમની હેમ સમી રસજ્યોત
જ્વલંત ઝગી દીપી જે ઉરમાં,
નૂતનત્વ ધરે વપુ, ભાલ તપે,
રણકાર મધુર રમે સૂરમાં.

નયને થકી નેહ નિહાળી જતો,
ખીલતું ફૂલતું ઉર એ નૂરમાં
નવ ઢાંક્યું રહે, ન છુપાય છુપ્યે !
થતી ઓળખ પ્રેમની આતુરમાં.

૪૮ : નિહારિકા