આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખર સલામ
૦ હરિછંદ ગીત ૦
પ્રિય અંકમાં આરામ સુખભર !-
બિંદુ મુખ પર શેં ખરે ?
કયમ સ્નેહીઓ વીંટી પથારી
દીર્ઘ નિઃશ્વાસો ભરે ?
હા ! સ્નેહમુખ આશાનિરાશા
યુદ્ધ કરતાં જોઉં છું.
એ હૃદયશોભન સ્નેહમાં
વીતક-સ્મરણ હું ખોઉં છું.
મુજ આંખ ઊંંડે ગર્કતી,
ભારે ન પાંપણ ઊપડતી,
પણ એક વેળા અંત સમયે
છેલ્લું છેલ્લું નીરખતી.
ભેટ્યો હતો હું કોકને,
કો મુખ ઉપર ચુંબન લીધાં,
કો નયનને લૂછ્યાં ! સહુ
ડૂબતાં હૃદય પર તરવરે.
રસના તણી શક્તિ ઘટી,
મનભાવ ના બોલી શકું,
આખર સલામ : ૫૩