લખાણ પર જાઓ

પૃષ્ઠ:Niharika.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વ્યાપક અનન્ત અગાધમાં
⁠સ્થળકાળના ભેદો ટળે

અહીં મૃત્યુ, ત્યાં જીવન ઝગે,
⁠હિન્ડોલ છાયાતેજનો !
સહુ ઝૂલતાં, ઝૂલશે સહુ,
⁠ઝોલો લઉં હું અનન્તનો !

આકાશમાં કો તેજબિન્દુ
⁠સુકાય ને તારો ખરે;
ટોળે વળી એનાં સ્વજન
⁠દુઃખભાર ભર ડગલાં ભરે.

પૃથ્વી પડે દાટી-અરે,
⁠બાળી, જશે નિજ સ્થાનમાં;
દિનભર વદન સંતાડશે નિજ
⁠સ્ને હી ના અ વ સા ન માં.

મુજને ય એમ લઈ જજો
⁠પૃથ્વીપડોમાં દાટજો;
વા અગ્નિ સળગાવી ચિતામાં
⁠તનની રાખ બનાવજો.

છલકાય સ્નેહથી હૈયું ઘડી તો
⁠અ શ્રુ બિ ન્દુ ઢા ળ જો;
અથવા ‘’પ્રભુને જે ગમ્યું તે
⁠ખરું’ કહી મન વાળજો

જાઉં હવે વ્હાલાં ! તમારો
⁠પ્રેમ હજી ખેંચી રહ્યો;

આખર સલામ : ૫૫