પૃષ્ઠ:Niharika.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંદ્રને પ્રશ્ન

૦ વસંતતિલકા

ઘેલી કૂણી કુમુદનાં રસમસ્ત હૈયાં
આકર્ષતું મુખ તું ક્યાં થકી ચંદ્ર પામ્યો ?
ક્યાંથી થયો રજનીયોગ લલિત તારે ?
સોળે કળાની પ્રતિમા જગનૈન ઠારે !

હીરાજડિત ભૂમિ ઉપર ચાલવાનું
આકાશ ગંગતણી ઊર્મિ ઉછાળવાનું,
શુક્રીની સંગ રમવાનું કદી કદી : એ
પામ્યો કયા તપથી, ચંદ્ર બતાવજે તું.

રૂપેરી રંગથી બધું જગ રંગવાની
તારી પીંછી કવણ દેવદીધેલ, ચંદ્ર ?
કો દિવ્ય પાત્ર ભરી અમૃતરંગ રેલે ?
રશ્મિ ઝીલી જલધિનાં ઉર કેમ ખેલે ?

જ્યોત્સ્નાભર્યું મુખ ઘડ્યું રતિકામદેવે ?
શું તેજના અમર કો ઝરણે તું નાહ્યો ?
કે અગ્નિની હરી લઈ બધી ઉષ્ણતાને
શીતાગ્નિરૂપ પ્રભુએ તુજને બનાવ્યો ?

સંયોગીનાં hRદય નિત્ય હસાવતો તું
વિયોગીનાં હૃદય તપ્ત ધિકાવતો તું;

ચંદ્રને પ્રશ્ન : ૬૧