પૃષ્ઠ:Niharika.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઘેલાં બનેલ પ્રણયીતણી ઘેલછાના
ક્યાંથી છૂપા પ્રબલ ધોધ ઊછાળતો તું ?

તું વ્યોમમાં લટકી લાસ્ય કરે રૂપાળાં;
કોને રિઝાવી કરતો તું કટાક્ષચાળા ?
તું એકલો રટણ કો પ્રિયનું કરંતો ?
કે કોઈ ગૂઢ રમણીહૃદયે ૨મંતો ?

તું વ્યોમમાં વિહરતો રસજ્યોતિગોલ !
પૃથ્વી ઘનત્વભર પાર્થિવ મુજ બોલ !
સાંધી રહ્યો જીવનદોર મને તને કો
જાણું નહીં – પણ અનુભવું કંઈક ભાવ :

વ્યાપ્યો સમસ્ત જગ પાછળ કો પ્રકાશ;
જોડી રહ્યો શું જડ ચેતન એક પાશ ?
રોધી રહ્યો તું જડ ગોલ ઊંચી અટારી ?
કે ચંદ્ર, શું પરમ જીવનની તું બારી ?


૬૨ : નિહારિકા