પૃષ્ઠ:Niharika.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંદ્રીનું વિયોગ ગીત

૦ ગરબી ૦

સાખી]

ચંદનઅર્ચ્યા ચોકમાં, ચંદા પીરસે થાળ;
મોતી વેર્યાં આંગણે, ના’વે નાથ રિસાળ.

અમે તેજ તણા પાઠ નિત્ય પાથરીને બેસતાં,
મંદિર અમારાં તો ય સૂનાં સૂનાં !
અમે તારલાનાં તારણો રોજે પરોવતાં,
મંદિર અમારાં તો ય સૂનાં સૂનાં !
અમે નીંદ બધી ત્યાગી ભરી આંખ થકી ભાળતાં,
મંદિર અમારા તો ય સૂનાં સૂનાં.

સાખી]

અમૃતરંગી ઓઢણાં, અમૃતભરિયાં અંગ,
ક્ષણક્ષણ અમૃત વહી જતાં, પિયુ ના લેત ઉછંગ !

કરી ચુંબન અંકિત ગાલ જગાડી સુષુપ્ત મને,
વિરમ્યા મનમેહન પ્રાણ દીઠા ન ફરી નયને.
કંઈ અનંત યુગથી એમ હરઘડી તલસું રે,
નવ આવે પ્રિયતમ મુખ મુજ મુખ સરખું રે.

સાખી]

આંખ કાજળ આંજિયાં, વેણી ગૂંથ્યાં ફૂલ,
પિયુને વેળા ના મળ લવા વાસ અમૂલ.

ચંદ્રીનું વિયોગ ગીત : ૭૫