પૃષ્ઠ:Niharika.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઘેલી ગોપી

રાહ-નાથ કૈસે ગજકો બંધ છોડાયો


ઘેલી ગોપી ! કોનાં તું લે છે ઓવારણ ?
નંદકુંવર હૃદયેશ્વર આવી, ઊભો મારે બારણ;
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?

હૈયે નવરસ, ખટરસ દેહે, ગોપી તણે શીશ ભારણ;
જગોરસ ભરી મોહ મટકીને કાનડ એક ઉતારણ !
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?

ભાન ભૂલી, ડગલાં અસ્થિર, નયને શાં ઊંડાં ઘારણ ?
રસભર રાસ રમાડ્યાં રસિયે; સારી રાતનાં જાગરણ.
ઘેલી ગેપી કોનાં તું લે છે ઓવારણ ?

જનમે જનમે તરસી રાધાને જુગજુગનાં સંભારણ.
મુરલીનાદ સૂણી હું ઝબકી, ભવભવનાં એ ઉદ્ધારણ !
ઘેલી ગોપી કોનાં તું લે છે ઓવારણ ?

જીવનનાં કાંઈ ઝેર ચઢ્યાં! શેં શોધું મોહનમારણ ?
રાધાને મુખ આઠે પહોરે કૃષ્ણકૃષ્ણ ઉચ્ચારણ !
ઘેલી ગેપી કોનાં તું લે છે ઓવારણ ?

૮૨ : નિહારિકા