પૃષ્ઠ:Niharika.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



યુગલ હંસ

સાખી-ગરબી

દેહ રજત વાદળી, સમી, ચંચુ ૨ત્નજડિત;
બિલ્લોરી જળમાં રમે, યુગલ હંસ મુજ નિત્ય.

ભેટે ભેટે ને તો ય ભૂખ્યાં એ ભાવનાં !
ચૂમે ચૂમે ને તો ય તરસ્યાં રહે !
ભાળે–નિહાળે તે ય તૃપ્તિ ન નૈનમાં !
આત્માં અનંગ અંગઅંગમાં વહે!-ભેટે

પીધે અમીરસ ના ખૂટે, યુગયુગભરનાં પાન !
જીવન રસ એ પ્રેમનાં કોણે દીધાં દેન ?

આંખમાં ઉજાસ, ભર્યો હૈયે ઉલ્લાસ;
વ્હાલસેયાં એ જોડલાં શેં છૂટયાં છૂટે !
દેહમાંહી દીપતા કો હૈયાના રાસ !
સ્નેહતૃપ્તિની લ્હાણ એમ બેલડી લુંટે–ભેટે

૮૪ : નિહારિકા