પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વંટોળ
91
 


બેઉના રસ્તા જુદા ફંટાતા હતા.

સુનીલાએ કહ્યું: “હું રજા લઈશ.”

"હું મૂકવા આવું?”

“કશું જ પ્રયોજન નથી.”

“મારાથી કશું... અનુચિત બોલાઈ ગયું હોય તો ક્ષમા...”

એ શબ્દોનો કશો હોંકારો પણ ન દેતી સુનીલા ઝડપથી ટોળામાં અદૃશ્ય થઈ.

પ્રબલ કોઈ ઝંઝાની પેઠે સુનીલાએ નિરંજનને ઢંઢોળી નાખ્યો. જીવનનાં નીલાં-પાકાં અનેક પાંદડાંને એ વાવાઝડીએ ખંખેરી નાખ્યાં. થોડા દિવસ તો એનાથી ન વાંચી શકાયું. રૂઠેલી સુનીલા સામે ને સામે તરવરે. મૂએલી બહેન રેવાના પણ ભણકારા વાગે. જે મનુષ્યનો ચહેરો જોઈને પોતાના ભાવિ ભરથારના ભયથી રેવા ફાટી પડી, તે મનુષ્ય ઉપર, તે મનુષ્ય જેનો સાળો થાય છે એ દીવાન ઉપર, અને તે મનુષ્યને રેવાના જીવનમાં લાવવાનું નિમિત્ત બનનારી જે છોકરી, તે રાક્ષસી સરયુ ઉપર એના દાંત કચકચવા લાગ્યા. પરંતુ એ તો બધાં બહાનાં હતાં, કચકચાટનું ખરું કારણ તો સુનીલાનું શુષ્ક વર્તન હતું.

પછી તો સર્વથી વધુ કઠોર સત્યસ્વરૂપી પરીક્ષાને જ એણે સામે આવતી દીઠી. દીવાનકાકા પાસેથી પૈસા અપાવવાના સુનીલાએ મારેલ ટોણા ઉપર એને ધિક્કાર છૂટ્યો. અને ગાંઠ બંધાઈ ગઈ કે પરીક્ષાને મૂક્યા પછી કોઈ કિનારો હાથ નહીં લાગે. મનમાં ને મનમાં સુનીલાનો આભાર માની એણે છેલ્લા બે મહિનાની માનસિક મજૂરી ખેંચી.

કોઈપણ મેળાવડામાં, મંડળીમાં, પાર્ટીમાં કે નાટકમાં તે ન ગયો. એણે મનને આ રીતે મનાવ્યું: પરીક્ષા ખરાબ હો વા સારી, શિક્ષણ વિઘાતક હો વા નહીં, પણ જો એ પરીક્ષાનાં પલાંમાં જ જોખાવા હું અહીં આવ્યો છું. તો મારું બધું બળ એ પરીક્ષા પર જ એકાગ્ર બનવું ઘટે. પ્રેમની નિષ્ફળતા, સ્વજનનો શોક, પરીક્ષકોની હરામખોરી પરનો પુણ્યપ્રકોપ, જાહેર જીવનમાં ચમકવાનો મોહ, એ કે એના જેવા બીજા