પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
130
નિરંજન
 


“હા, ઈ તો ખબર પડી ગઈ હશેને, ભાઈ !"

“બખડજંતર હાલ્યું જ જાય છે દુનિયાનું.”

"દુનિયાનું ડીંડવાણું તો એવું જ ને, ભાઈ !”

"ઈ તો જાય બિલાડી મોભામોભ !”

આવા શબ્દપ્રયોગોમાં રાજના એ બુઢ્ઢા નોકરોને મોજ આવતી હતી. મોજ ઉપરવટનો કોઈપણ અર્થ કે ભાવ એ વાર્તાલાપમાં નહોતો ભરેલો.


28
સરયુનો હાથ

પોરે નિરંજન ઘેર પહોંચ્યો ત્યારે એને મુંબઈથી તાર મળ્યોઃ “તમે બીજે નંબરે પાસ થાઓ છો; પહેલે નંબરે સુનીલા.”

આજે પરીક્ષાના પરિણામનો દિવસ હતો, તે પણ નિરંજનને યાદ નહોતું રહ્યું. એટલે ઓચિંતાના આવેલા સમાચાર વિશેષ સુખકર થઈ પડ્યા.

શ્રીપતરામ માસ્તરે ફરી એક વાર માથા પર ફટકો બાંધ્યો, ખભે પંચિયું નાખ્યું, ચાખડી પર ચડ્યા ને ઘી-ગોળ લેવા નીકળ્યા. ગામની દુકાને દુકાને કહેતા ગયા કે, “કાં, ભાઈનો તાર આવી ગયો હોં કે ! ભાઈ બીજે નંબરે આવ્યો."

પણ તારના પટાવાળાએ ઠેર ઠેર વાત પસારી દીધી હતી કે, “પહેલા નંબરે આવનાર તો એક છોકરી છે.” એટલે માસ્તરસાહેબનું ટીખળ કરનારા કેટલાકોએ ટાઢા કલેજાના જવાબો વાળ્યા કે, “હવે તો છોકરિયુંય પેલા નંબર મેળવે છે, માસ્તરસાહેબ !”

ખિન્ન થતા માસ્તરસાહેબ ચાલી નીકળ્યા ને આશરે દસેક ઘીની