પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જુવાનોનાં હૈયાંમાં
157
 

કોઈ કોઈ ઓરડીના વાસીઓને પાછલી બારીના સળિયા પરથી પ્રભાતના વાયરામાં લહેરાતો સ્વચ્છ રૂમાલ મળતો. ઉપર ચિઠ્ઠી ચોડી હોય કે, “તમારે સારુ મસોતું: નિરંજન તરફથી ભેટ"

‘મસોતું' શબ્દ અગમ્ય બન્યો હતો. એના અર્થની કાળી શોધ ચાલુ થતી. કોઈકે જઈને નિરંજનને પૂછ્યું: “સાહેબ, મસોતું શબ્દનો માયનો ?”

“યસ સર, વી ઈન ઈંગ્લાંડ કૉલ ઇટ 'ડસ્ટર’ !” (જી, અમે અમારા વિલાયતમાં એને 'ડસ્ટર' કહીએ છીએ.)

એવો માર્મિક જવાબ મળતાં મીઠી લજ્જા સર્વને મલકાવી મૂકતી. પોતે ચાબાઈ કરે છે એવું નિરંજન ન કળાવા દેતો.

વળતા દિવસે એ મસોતાનો પ્રભાવ પેલા જુવાનનાં મેજ અને ખુરસી ઉપર અંકાઈ જતો.

નળની ચકલીઓ ઉપર નિરંજને ગળણાં બંધાવ્યાં. બબ્બે ઓરડીઓ વચ્ચે કચરાની ટોપલીઓ મુકાવી.

“વ્હેન ઈઝ યોર બર્થ-ડેટ, મિ. લાલવાની ?” નિરંજને એક સિંધી જુવાનને પૂછેલું.

પૂછીને લાલવાણીની જન્મગાંઠનો એ દિવસ પોતે પોતાની રોજનીશીમાં લખી રાખ્યો.

જન્મગાંઠની આગલી રાત્રીએ લાલવાણીના મેજ પર એક કચકડાની રકાબી પડી હતી. અંદર ચિઠ્ઠી હતી કે, “પ્રિય મિત્ર, આ ભેટ તમને મારી સ્મૃતિ નહીં જ વીસરવા આપે, દર પાંચ મિનિટે યાદ તાજી કરાવશે.”

એ રકાબી હતી 'એશ-ટ્રે' (સિગારેટની રાખ ખંખેરવાની રકાબી). લાલવાણી સમજી ગયો. સિગારેટનો એ હરેડ બંધાણી હતો. એની ઓરડીમાં દિવસરાત રાખની ઢગલીઓ તથા બીડીનાં ખોખાંની રંગોળી પુરાયેલી રહેતી.

લાલવાણી રાતે ને રાતે નિરંજનની પાસે પહોંચ્યો, શરમાયો, બહુ