પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
184
નિરંજન
 


41
બે ક્ષુધાઓ

નિરંજન રસ્તા પર હતો. માથા પર આકાશની અનંત આંખો ટમકતી હતી. પગ નીચે અવિરામ ધરતી બેઠી હતી. જગત પૃથ્વીના ખોળા પર ખૂદાખૂંદ કરતું હતું.

"હટી જાવ ! એય કાકા ! બાજુ હટો, એ...ઈ!”

– એવી લહેકાદાર બૂમો પાડીને ગાડીવાનો એને એક બાજુ ધકેલતા હતા. મોટરો તો એને 'કાકા!' કહેવા પણ તૈયાર નહોતી. સીધી એની એડી પાસે ઘસડાઈને જ એને ઊગરવાની આખરી પળ આપતી.

ગાડીવાળા ‘કાકા’ કેમ કહે છે? હું શું થોડા જ અનુભવે પાકટ બની ગયો?

'કાકા!' મોં પરથી જોબન આવ્યું ત્યાં જ ગયું શું?

આ પાલનપુરી વિક્ટોરિયાવાળાઓએ અને પેલી બકાલું વેચવા બેસતી માછીમારોની છોકરીઓએ કેટલાય જુવાનોને અને પ્રૌઢોને 'કાકા! શબ્દ સંબોધી વિમાસણમાં નાખ્યા હશે !

થોડી વાર રોનક થયું. પછી વિચારે ચડ્યો.

જગતમાં જેટલી ભીડાભીડ હતી, તેથી તો કેટલી બધી મોટી ગિરદી એના અંતરમાં હતી. આજ સુધી નિરંજનને નગરમાં નીકળતાં તરત સમાજની દ્રવ્ય-રચનાના જ વિચારો આવતા. પગલે પગલે કોઈક આર્થિક વિષમતાને જ આધીન આ બધો ગૂંચવાડો દેખાયા કરતો.

એ અર્થરચનાની ઉપર થોથાં ને થોથાં લખાયાં હતાં. દરેક સમસ્યાનો ઉકેલ દુનિયાના ડાહ્યાઓએ પૈસાની વહેંચણીમાં જ દીઠો હતો. દરેક ગૂંચવાડાનું જન્મસ્થાન જગતનું અણધરાયેલું રહેતું ઉદર દેખાતું હતું.

આજે એક સમસ્યાને એણે દીઠી – ઉદરથી અલાયદીઃ એ હતી લાગણીની ક્ષુધાઃ એ હતો વાસના-જગતનો ગોટાળો: એ હતી