પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જન ?
203
 

અહીં બેઠે ઉચાટ, ગજબ છે ડોસાજી ! ઠીક, પણ હવે તો એ વાત નથી. બાપુસાહેબના તો તમારા પર ચાર હાથ થશે.”

એ વાતને તોડી નાખી નિરંજને પૂછ્યું: “મારે એકલા મળી લેવું હોય તો ?”

“તો – " દીવાને ઘરની અંદર જોયું. યાદ આવી ગયું કે દીવાન-પત્ની પૂજન કરવા ગયાં છે. “તો તૈયાર છે. પણ ઉતાવળ રાખજો.”

બાજુના ઓરડામાં સરયુ ભોંય પર સાદડી પાથરીને બેઠી હતી. એની ચોપાસ તરેહ તરેહનાં ભરતગૂંથણની શણગાર-સામગ્રી હતી. ટેબલ-ક્લોથ, તોરણ, તકિયાની ખોળો, ઓશીકાંના ગલેફ, બારીના પડદા, ચણિયાની ને સાડીની કોર, પોલકાના ઉરપ્રદેશ, સર્વની માર્મિક જગ્યાઓ પર નિરંજન-સરયુના નામના કોઈ ન પારખી જાય તેવી સિફતથી ભરેલા પ્રથમાક્ષરો હતા.

ને સરયુના ગાલો પર જે ભાતનું ભરતકામ થયું હતું, તેને તો કોણ વર્ણવશે ? લોહીના જાણે હમણાં ટશિયા નીકળી પડશે, એટલું ફાટફાટ મોં: મોં પર લજ્જા જાણે આકાશની ઉષા પેઠે પોતાના અશ્વોને ફટકા વીંઝતી હતી.

"તમે - ” અપરાધી નિરંજને પૂછ્યું. “તમે મારી વાતો જાણી છે ?"

"તમે એવું કાંઈ પૂછવાના હો તો હું ચાલી જાઉં.” સરયુના દાંત હોઠ ઉપર દબાયા. મોં પર ધુમાડો નહોતો, એકલો વહ્નિ હતો.

"નહીં પૂછું.”

“હવે મારી વાત સાંભળવી છે ?"

"બોલો.”

“મારા બાપુજીના ઘરમાંથી હું એક સાડી પણ નથી લેવાની; ને રાજમાં નોકરી તમારે નથી લેવાની.”

પળવાર નિરંજનને પોતાના જ કાન પર અવિશ્વાસ આવ્યો. સરયુ