પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિસર્જન કે નવસર્જને?
205
 

નિરંજન ચૂપ રહેતો. પિતા લાગ સાધી કહેતાઃ “ભાઈ, ફરે તે ચરે.”

નિરંજન ન બોલતો. માબાપને સમજ પડી ગઈ કે પુત્રની પાસે ગાડીભાડું પણ નથી.

એક વાર એની ગેરહાજરીમાં માતાએ પતિની કને કશુંક ધરી દીધું.

“આ શું?” ધ્રૂજતા હાથે વૃદ્ધ જોતા હતા. જોયું.

"ઓહો !” એટલું કહી એ પત્નીની સામે તાકી રહ્યા. ઝળઝળિયાંએ એની આંખોને આવરી લીધી.

"ભલે.” કહીને વૃદ્ધે આંખો મીંચી.

"ક્યાં જાઉં?” ડોસીએ પૂછ્યું.

"બીજે ક્યાં? ઓસમાનભાઈની પાસે. બીજું ઠેકાણું ન હોય આપણે." . "હા,, ને શો દાગીનો છે તેય એ નહીં સમજી શકે – સમજે તો માથું જ ફોડેને આંહીં ખડકી ઉપર.”

પોતાનું મંગળસૂત્ર – ચાળીસ વર્ષો સુધી સાચવેલું પહેલું ને છેલ્લે સોનાનું ઘરેણું – લઈને માતા ઓસમાન કને ગઈ

રાત્રિએ પત્નીએ પતિને જમાડતાં જમાડતાં પંપાળ્યો. કહ્યું: "જુવાનજોધને વળી ઘેર શાં બેસવાં? સવારની ગાડીમાં ઊપડો. દુનિયાને ખૂંદી વળો.”

પતિએ ઊંચું જોયું. લાગ ભાળીને મા અંદર આવ્યાં.

“આ લે,” કહી માએ એના હાથમાં દસ દસની ત્રણ નોટો ઠાલવી ને કહ્યું: “ખબરદાર, જો કંઈ બોલ્યોચાલ્યો છે તો.”

ત્યાં ખડકી ઊઘડી. ઓસમાનડોસો રોષભર્યો અંદર દાખલ થયો. એણે હાક પાડી: “ક્યાં ગઈ ક્યાં, તારી ડોસી, નિરંજન?”

"આવો આવો, કાકા! કેમ?” નિરંજન ગભરાયો.

“એ રૂડા મોઢાવાળીને જરા મારે જોઈ લેવી છે. મારા ધોળામાં