પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રીનું પ્રદર્શન
35
 

भविष्यति सुप्रभातम्વાળો શ્લોક તો ગાઓ ! મને એ બહુ પ્રિય લાગે છે.”

સરયુ એ શ્લોક બોલવા લાગી.

"નહીં, એમ નહીં; ગાઈને સંભળાવો.”

સરયુએ શ્લોક ગાયો. શરમ ગળાને રુંધતી હતી છતાં સ્વર મીઠો હતો.

"હવે પેલું અંગ્રેજી પોએમ (કાવ્ય) બોલશો? – તમે હાઇનેસની જન્મગાંઠના મેળાવડામાં જે બોલીને ઇનામ લીધું હતું તે.”

દીવાનસાહેબ દેવકીગઢના ત્રીજા વર્ગના દરબારને 'હાઈનેસ' તરીકે જ ઓળખાવતા ને એમ કરી પોતાનો દરજ્જો વધારી મૂકતા.

સરયુની દેહપાંદડીઓ વધુ સંકોડાઈ ગઈ.

“અરે હા.” પિતાને યાદ આવ્યું, “પેલું ‘લિટલ ડીડ્ઝ ઓફ કાઈન્ડનેસ’વાળું પોએમ. બોલો હવે.”

એ પણ પિતાએ કોઈ ગુજરાતી રાગમાં ગવરાવ્યું. તે પછી એક ગાંધીજીનો ફકરો, ત્રીજું દ્વિજેન્દ્રલાલ રોયના ગીત પરથી ગુજરાતીમાં ઉતારેલું ‘અમારી જન્મભૂમિ અને છેલ્લે 'ગોડ સેવ ધ કિંગ'નું રાજગીત.

એક કલાક પહેલાં દાદર પરનો માર પડ્યાથી પાંસળીઓ દુખતી હતી તેનું દુઃખ તો નિરંજન ક્યાંયે ભૂલી ગયો. એક બિનગુનેગાર કન્યાને એણે અહીં કચડાતી દેખી. આ દુઃખની સામે પોતાના શરીરવેદના એને વિસાત વગરની લાગી.

"શાબાશ!” પિતાજીએ પુત્રીને ધન્યવાદ આપ્યા; સુનીલા તરફ જોઈ કહ્યું: “કેમ સુનીલાબહેન! કેમ લાગે છે?”

"શાનું?” સુનીલા બેધ્યાન હતી. અથવા કહોને, કે એનું ધ્યાન નીલ ગગનમાં રમતું હતું.

"સરયુબહેનનો પ્રોગ્રેસ કેમ લાગે છે?”

કેવી કઢંગી સ્થિતિ ! અભિપ્રાય, બસ અભિપ્રાય જ દુનિયામાં મંગાય છે! ન બોલો તો મોંમાં આંગળી નાખીને, જબાન ઝાલીને પણ તમને બોલવાની ફરજ પાડવામાં આવે છે; ને જો તમારો બોલ અણગમતો