પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રીનું પ્રદર્શન
39
 


“શા માટે?”

“ગુજરાતના જુવાનો હમણાં હમણાં નૃત્યપ્રેમી બન્યા છે એ તમને ખબર નથી? દરેક જુવાન ઉદયશંકર બન્યો છે. દરેકને સિમ્ફ્ની જોઈએ !”

"તો નાચેને એ પોતે જ !”

“એ તો જેવી આપણી તાકાત. ભીલડીએ શંકરને ક્યાં નહોતા નચાવ્યા?”

“તમે નચાવતાં હશો?”

“હા, લગભગ પાંચસો જુવાનોને; ને વળી મહિનાના છવ્વીસે દહાડા.”

“છવ્વીસ દહાડા!”

“ચાર રવિવારો બાદ કરતાં.”

“એટલે"

“અમારી કોલેજમાં.”

“આખી કૉલેજના જુવાનો તમારા ઉમેદવારો છે?”

“હા, એ પોતે તો એમ માનતા લાગે છે.”

"શાથી જાણ્યું?”

"તેઓના નાચ પરથી.”

“કેવુંક નાચે છે?”

“શંકર ભીલડીની પાસે જેવું અણઘડ નાચેલા તેવું.”

“તમે શરમાતાં નથી?”

“ના. હું દીવાનની દીકરી નહીં ને!”

“અકળાતાં નથી?”

"જરાકે નહીં. પાંચસો છોકરા બાપડા તમાશો બતાવે એથી ઊલટાનું અકળાવું શાને?”

“ઓ બા, હું તો ફાટી જ પડું!”

"ફાટી પડવાની તો વાતો; બહુ બોલાવવું રહેવા દો !”

"કેમ?”