પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
40
નિરંજન
 


"પેલા મિસ્તરની સામે ત્રાંસી નજરે કોણ જોતું'તું!”

"કોઈ નહીં, જરીકે નહીં. એનામાં શું બળ્યું'તું ! માયકાંગલો હતો. હું ગાતી હતી, ને એ તો નાદાન તમારી સામે જ તાકી રહ્યો હતો.”

“હું તમારાથી વધુ આકર્ષક હોઈશ !”

"તો છોને તમને પરણે. હું ક્યાં તમારી આડે આવું છું?”

સુનીલા એકાએક જાગ્રત બની. વાર્તાલાપ વિનોદને પાટેથી ઊતરીને કોઈ બીજે પાટે જતો લાગ્યો. પોતે વાતને સમેટવા પ્રયત્ન કર્યો: "લો હવે ઊંઘો નિરાંતે. ખબરદાર, જો કોઈ માયકાંગલો જુવાન સ્વપ્નમાં ન પ્રવેશી જાય!”

સરયુએ સુનીલાને ગાલ પર એક ટાપલી ચોડી દીધી ને એ ત્યાંથી નાસી બહાર જઈ ઊભી.

"ના, ના, પણ હું સરયુબહેન !” સુનીલાએ એ દૂર ઊભેલીને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, “તમને શું લાગ્યું? ખરું કહો, જીવના સમ.”

“લાગ્યું કપાળ !” સરયુ ચાલી ગઈ.

સુનીલાએ પણ પોતાની લાકડાની પાટ ઉપર પાથરેલી જાજમમાં દેહ લંબાવ્યો. એને જલદી ઊંઘ ન આવી. સરયુ જોડેના હાસ્યાલાપમાં કંઈક એવું હતું :કંઈક હતું: કંઈક ઝીણા ડાભોળિયા જેવું કંઈક મચ્છરના ડંખ જેવું: કંઈક પગ નીચેની ઝીણી કાંકરી: જેવું કશુંક અણછાજતું: સ્વપ્નહીન મીઠી નીંદરને નડે તેવું કશુંક.


8
મનની મૂર્તિઓ

રડીમાં પેસીને પહેલાં પ્રથમ તો નિરંજન હસી પડ્યો.

પોતે જાણે કે એક તમાશો માણી આવ્યો – વગર પૈસે જોવા