પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ રૂમાલ
71
 


પ્રથમ ક્ષણો ઉત્તાપની ગઈ. આવા પ્રિયજનના ચિરવિચ્છેદના શોકને પણ પ્રકટ થવાનો ઉચિત માર્ગ નથી મળી શકતો એ વિચારે એના શોકને ઉતારી નાખી એના રોષને પંખો કર્યો. પછી પોતે ને પોતે પસ્તાયો –

હું શોકનો પણ વૈભવ માગી રહ્યો છું, ખરુંને? બીજી રીતે વિરહ અને વિલાપની મોજ ઉડાવતાં જેઓને નથી આવડતી તે લોકો તારનાં દોરડાં પર પોતાનાં આંસુઓને નચાવવા માગે છે.

નહીં, નહીં, એ મારું કામ નથી. એ મારી સ્થિતિ નથી. રેવાની રાખ મારા માટે વધુ મોંઘી છે. રેવાનાં રમકડાં છો અભરાઈ પર રહ્યાં. મારો વખત આવશે ત્યારે હું સીસમના નકશીદાર કબાટમાં એ કાચપથ્થરોની કટકીઓને સજાવી રેવાના સ્મારકનો વૈભવ ઉડાવીશ. આજે તો ચાર પૈસાના એક પરબીડિયામાં જ પિતાજીને આશ્વાસનપત્ર લખી નાખું.


15
ત્રણ રૂમાલ

કાગળ લખવા બેઠો, પણ કલમ ચાલી નહીં. કોરા કાગળ ઉપર આંખો આંસુના અક્ષરો પાડવા લાગી. આંખ જેવી કોઈ લેખિની છે? આંસુ જેવી કોઈ અખૂટ રુશનાઈછે ?

ઠક... ઠક... ઠકઃ બારણાં પર ટકોરા પડ્યા.

“આવો.” કહી નિરંજન આંખો લૂછવા માંડ્યો.

બારણાં ઠાલાં બંધ હતાં. ધીરેથી ધકેલીને કોઈ અંદર આવ્યું.

“સુનીલા!” નિરંજન પોતાની આંખો પર પણ વિશ્વાસ ન રાખી શક્યો. ફરી નિહાળી: સુનીલા જ હતી.

“તમે અહીં? અત્યારે ?”