પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છીએ તેવા છીએ. જાણવાથી ને માનવાથી આપણને કશો લાભ નથી થતો. ખરી મુદ્દાની વાત આપણું ધર્મપાલન છે.

૯-૪-’૪૫
 

अंधा वह नहीं जिसकी आँख फूट गई है । अंधा वह है जो अपने दोष ढाँकता है ।

१०-४-’४५
 

જેની આંખ ફૂટી ગઈ છે તે આંધળો નથી પણ જે પોતાના દોષ ઢાંકે છે તે આંધળો છે.

૧૦-૪-’૪૫
 

मनुष्यकी शांतिकी कसौटी समाजमें ही हो सकती है, हिमालयकी टोच पर नहीं ।

११-४-’४५
 

માણસની શાંતિની કસોટી સમાજમાં જ થાય, હિમાલયની ટોચ પર નહીં.

૧૧-૪-’૪૫
 
૭૯