પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मेरे पास आदर्श है, ऐसा तब ही कहा जाय जब मैं उसे पहुँचनेकी कोशिश करता हूँ ।

लिखा : १५-४-’४५
१४-४-’४५
 

મારે અમુક આદર્શ છે એમ હું તો જ કહી શકું જો હું એ આદર્શને પહોંચવાનો પ્રયત્ન કરતો હોઉં.

લખ્યું : ૧૫-૪-’૪૫
૧૪-૪-’૪૫
 

हम कोशिशसे संतुष्ट रहें, बशर्ते कि कोशिश सही और यथाशक्ति हो । परिणाम सिर्फ़ कोशिश पर निर्भर नहीं रहता । और चीजें होती हैं जिन पर हमारा कोई अंकुश नहीं होता ।

१५-४-’४५
 

સાચો અને યથાશક્તિ પ્રયત્ન થતો હોય તો પ્રયત્નથી આપણે સંતોષ માનીએ. પરિણામ કેવળ પ્રયત્ન પર આધાર નથી રાખતું, બીજી પણ કેટલીક વસ્તુઓ હોય છે જેમના પર આપણો અંકુશ નથી હોતો.

૧૫-૪-’૪૫
 
૮૧