પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

आजका दिन तुम्हारे लिए शुभ दिन है । विद्याको मैंने काफ़ी रुलाया था । वह तुम्हारे जैसे रो देती थी और कहती थी : ‘भगवान बताओ ।’ मैंने उसे डाँटा और कहा : ‘भगवानको चरखेमें देखेगी |’ आखिर समझ गई । हम यंत्र हैं और यांत्री भी । शरीर यंत्र है, आत्मा यांत्री । आज तुम्हें इस यंत्रसे यंत्रवत् काम लेना है और मुझे हिसाब देना है ।

२०-१०-’४४
 

આજનો દિવસ તારે માટે એક શુભ પર્વ છે. વિદ્યાને મેં ખૂબ રડાવેલી. તે તારી માફક જ રોયા કરતી અને કહેતી કે મને ભગવાન બતાવો. મેં તેને ધમકાવીને કહેલું કે ભગવાન તને રેંટિયામાં જોવાનો મળશે. આખરે તે સમજી. આપણે યંત્ર છીએ અને આત્મા તેનો યંત્રી છે. શરીર યંત્ર છે અને આત્મા તેનો યંત્રી છે. આજે તારે તને મળેલા યંત્ર પાસેથી યંત્રના જેવું કામ લેવાનું છે અને મને તેનો હિસાબ આપવાનો છે.

૨૦-૧૦-’૪૪
 
१४