પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

तो जान-बूझ कर कान बंद करता है, क्योंकि आसपासकी आवाज़ उसके रास्तेमें रुकावट डालती है |

२३-१०-’४४
 

મારી પાસે બેસવામાં કશું નુકસાન નથી. પરંતુ તેવે વખતે મહાદેવ અને કૃપાલાની કરતા તેમ તારે તકલી ચલાવવી. પછી તારે હાથે ઈશ્વરના સમયની ચેારી નહીં થાય. તકલી આપણો મૂગો મિત્ર છે. તે કશો અવાજ નથી કરતી અને દુનિયા માટે જે તારની જરૂર છે તે કાઢે છે. તકલી ચલાવતાં ચલાવતાં આપણે બધું જોઈ ને સાંભળી શકીએ છીએ. હું તો એટલે સુધી કહું કે ઈશ્વરની મહેરબાની હશે તો આ રીતે કામમાં કાયમ જોડાયેલા રહેવાથી કાન પણ ખૂલી જાય. પરંતુ આ રીતે તું કર્મયોગી બને તો તને કાનની ઝાઝી પરવાયે નહીં રહે. પેલો વાનરગુરુ તો જાણી બૂજીને પોતાના કાન ઢાંકી દે છે કેમ કે આજુબાજુથી આવતા અવાજ તેના માર્ગમાં અંતરાય નાખે છે.

૨૩-૧૦-’૪૪
 
१७