પૃષ્ઠ:Nitya Manan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

सब ईश्वर करता है और वह जो करता है वह अच्छेके ही लिए है, ऐसा समझ कर आनंदमें रहो ।

१३–११–’४४
 

બધું કરનાર ઈશ્વર છે અને તે જે કરે છે તે સારાને માટે જ કરે છે, એમ સમજીને આનંદમાં રહે.

૧૩–૧૧–’૪૪
 

रोना हँसना दिलमें से निकलता है । (मनुष्य) दुःख मानकर रोता है । उसी दुःखको सुख मानकर हँसता है । इसलिए ही रामनामका सहारा चाहिये । सब उनको अर्पण करना तो आनंद ही आनंद है ।

१६-११-’४४
 

રોવું અને હસવું બંને દિલમાંથી નીકળે છે. (માણસ) જેને દુઃખ માનીને રુએ છે તેને જ સુખ માનીને હસે છે. આથી જ રામનામનો આધાર જોઈએ. બધું એને અર્પણ કરવું એ તો આનંદ જ આનંદ છે.

૧૬-૧૧-’૪૪