પૃષ્ઠ:Nitya Manan.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

सत्यकी शोध और अहिंसाका पालन ब्रह्मचर्य, अस्तेय, अपरिग्रह, अभय, सर्वधर्मसमानत्व, अस्पृश्यतानिवारण, इत्यादि बगै़र हो नहीं सकता।

२२-११-’४४
 

સત્યની શોધ અને અહિંસાનું પાલન બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અભય, સર્વધર્મસમાનત્વ, અસ્પૃશ્યતાનિવારણ ઈત્યાદિ વગર થઈ ન શકે.

૨૨-૧૧-’૪૪
 

ब्रह्मचर्यका अर्थ यहाँ मनसा, वाचा, कर्मणा इंद्रियनिग्रह है । जो स्त्रीगमन नहीं करता हुआ मनसे विकारमय रहता है, वह सच्चा ब्रह्मचारी न माना जाय ।

२३-११-’४४
 

બ્રહ્મચર્યનો અર્થ અહીં મન, વચન, કર્મથી ઇંદ્રિયનિગ્રહ છે. સ્ત્રીગમન ન કરવા છતાં મનથી જે વિકારમય રહે છે, તે ખરો બ્રહ્મચારી ન મનાય.

૨૩-૧૧-’૪૪