આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सच्चा सुख बाहरसे नहीं मिलता है, अंतरसे ही मिलता है ।
९ -१२-’४४
સાચું સુખ બહારથી નથી મળતું, અંતરમાંથી જ મળે છે.
૯-૧૨-’૪૪
जिसने अपनापन खोया, उसने सब खोया ।
१०-१२-’४४
જેણે પોતાપણું ખોયું તેણે બધું જ ખોયું.
૧૦-૧૨-’૪૪
सीधा रास्ता जैसा सरल है ऐसा ही कठिन है । ऐसा न होता तो सब सीधा रास्ता ही लेते ।
११-१२-’४४
સીધો રસ્તો જેવો સરળ છે તેવો જ કઠણ છે. એમ ન હોત તો સૌ સીધો રસ્તો જ લેત.
૧૧-૧૨-’૪૪
૧૩