પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

संतोंकी वाणी सुनो, शास्त्र पढ़ो, विद्वान हो लो; लेकिन अगर ईश्वरको हृदयमें स्थान नहीं दिया तो कुछ नहीं किया ।

१९-१२-’४४
 

સંતોની વાણી સાંભળો, શાસ્ત્ર પઢો, વિદ્વાન થઈ જાઓ; પણ જો ઈશ્વરને હૃદયમાં સ્થાન ન આપ્યું તો કાંઈ ન કર્યું.

૧૯-૧૨-’૪૪
 

 मुक्ति तो हम सब चाहते हैं, लेकिन उसका अर्थ ठीक से हम शायद नहीं जानते हैं । एक अर्थ तो यह है कि जन्म-मरणसे छुटकारा पाना ।

२०-१२-’४४
 

મુક્તિ તો આપણે સૌ ઈચ્છીએ છીએ, પણ કદાચ તેને અર્થ બરાબર નથી જાણતા. તેનો એક અર્થ તો એ છે કે જન્મમરણથી છુટકારો મેળવવો.

૨૦-૧૨-’૪૪
 
૧૯